ટ્રેન દ્વારા:
અમદાવાદ, વડોદરા, સુરત, ચેન્નઈ, નાગપુર, હાવડા, દુર્ગ, રાયપુર, છપરા વગેરે જેવી મેઈલ / એક્સપ્રેસ,સુપરફાસ્ટ ટ્રેનો દ્વારા વ્યારા રેલવે સ્ટેશન કેટલાક મુખ્ય સ્થાનો સાથે જોડાયેલું છે. નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન સુરત છે જે 70 કિલોમીટરના અંતરે છે, જે ભારતના લગભગ તમામ રાજ્યો સાથે સારી રીતે જોડાયેલું છે.અમદાવાદ-ચેન્નઈ નવજીવન એક્સપ્રેસ, હાવડા-અમદાવાદ એક્સપ્રેસ, તાપ્તી ગંગા એક્સપ્રેસ, ભાગલપુર એક્સપ્રેસ, સુરત-અમરાવતી એક્સપ્રેસ, ટ્રેનોને વ્યારા સ્ટોપેજ આપેલ છે.