વર્ષ 2007 માં, 5 તાલુકાઓ સાથે અગાઉના સુરત જીલ્લાથી અલગ થયેલા કેટલાક તાલુકામાંથી તાપી જીલ્લાની રચના કરવામાં આવી હતી.2014 ની સાલમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા અનુક્રમે નિઝર અને વ્યારા તાલુકાથી વધુ બે નવા તાલુકાઓ કુકરમુંડા અને ડોલવણ બનાવવામાં આવ્યા હતા.વ્યારાને તાપી જિલ્લાનુ મુખ્ય મથક છે, જેમાં સાત તાલુકાઓ – વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, ડોલવણ, કુકરમુંડા અને નિઝર શામેલ છે.